/connect-gujarat/media/post_banners/3127e97f34ce7f02bb2a34b5dc4da361a4210065d434dd2379376a3c0202bc59.jpg)
આજના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા તેમજ વિવિધ કાર્યમાં બાળકો આગળ વધે તે માટે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સ્થિત સંસ્કારધામ ગુરુકુળ દ્વારા ત્રિદિવસીય સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે આ સમય દરમિયાન બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થકી બાળક ધાર્મિક થાય અને સમયનો સદ ઉપયોગ કરે તેવા ઉમદા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત સંસ્કારધામ ગુરુકુળ દ્વારા છેલ્લા 15 વર્ષથી ત્રિદિવસીય બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે નિઃશુલ્ક હોય છે. બાળકો વેકેશનમાં સમયનો સદુપયોગ કરી શકે તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવે છે. શિબિરમાં બાળકોને વિશેષ જ્ઞાન તેમજ ધાર્મિક જ્ઞાન, સામાન્ય જ્ઞાન સહિત વિવિધ રમતો જેવી ક્રિકેટ, વોલીબોલ, સંગીત ખુરશી, વિવિધ ઉત્સવો કેન્ડી ઉત્સવ, ચોકલેટ ઉત્સવ, કેરી ઉત્સવ, શેરડી ઉત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ સાથે બાળકો નિર્વ્યસની બને, વૃક્ષનું મહત્વ, પાણીનું મહત્વ તેમજ આપણા ઇતિહાસકારો વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ જિલલાઓમાંથી અંદાજીત 700થી વધુ બાળકો આ શિબિરમાં જોડાયા હતા. આજના યુગમાં બાળકો મોબાઈલ, કોમ્પુટર અને ટીવીનો ઉપયોગ વેકેશન દરમિયાન વધુ કરતા હોય છે, ત્યારે બાળકોનો શારિરીક વિકાસ થાય અને બાળકોમાં ધાર્મિક કાર્યક્રમો પ્રત્યે તેમજ ઘરના માતા-પિતા વડીલો પ્રત્યે માન સન્માન વધે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં સાધુ સંતો દ્વારા ધાર્મિક જ્ઞાન તેમજ ભારત દેશ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.