આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનો સ્તુત્ય પ્રયાસ
દિવ્યાંગ ભાઈ બહેનોને આપે છે તાલીમ
રાખડી,દીવડા સહિતની વસ્તુઓ બનાવે છે
દિવ્યાંગ ભાઈ બહેનોને મળી રહે છે રોજગારી
આર્થિક રીતે પગભર બને તેવો ટ્રસ્ટનો પ્રયાસ
સુરેન્દ્રનગરમાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના કલ્યાણની ભાવના સાથે સેવાકાર્ય કરવામાં આવે છે.હાલમાં આ ભાઈ બહેનો રાખડી અને દીવડા બનાવીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે.સાથે રાખડીનું કાચુ મટીરીયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે.જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે બનાવી તે માટે સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે.અને દિવ્યાંગ ભાઈ બહેનો મહિને બે થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે.
રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ આપવામાં આવે છે. સાથે દિવાળી ઉપર દીવડા બનવા તેને કલર કરવાનું કામ પણ મળે છે. અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે.રાખડીની સીઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી અને તેનું વેચાણ કર્યું હતું. આ વર્ષે હાલ રોજની 500 નંગ રાખડી બનાવીને અંદાજીત 7 હજાર જેટલી રાખડી બનાવી અને તેનું વેચાણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.