Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: બોલીવુડની ધૂમ ફિલ્મ જે ગેગ પરથી બની છે એવી કંઝર ગેંગના આરોપીઓ ઝડપાયા, ચાલુ ટ્રકમાંથી કરી હતી રૂ.1 કરોડની ચોરી

સુરેન્દ્રનગરના લીંબડી બગોદરા હાઈવે પર ચાલુ ટ્રકમાંથી રૂ.1 કરોડના મુદ્દામાલની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપાઇ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

સુરેન્દ્રનગરના લીંબડી બગોદરા હાઈવે પર ચાલુ ટ્રકમાંથી રૂ.1 કરોડના મુદ્દામાલની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપાઇ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના લીંબડી બગોદરા હાઈવે પર તા.6 જાન્યુઆરીની વહેલી સવારે ચાલુ આઈસરમાં ચોર ટોળકી ચડી ગઈ હતી. બંધ બોડીના આઈસરનો પાછળના દરવાજાનો લોક તોડી 1.07 કરોડથી વધુના ટેબલેટ, મોબાઈલ ફોન, લેપટોપ, ઘડિયાળ સહિત ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી કરી તસ્કર નાર એમપીની કંજર ગેંગનો એલસીબી ટીમે પર્દાફાસ કર્યો હતો.એમપીમાં ધામા નાખીને પડેલી એલસીબીની ટીમે ચોરીના ગુનાને અંજામ આપનાર ગેંગના માસ્ટર માઇન્ડ સાથે ચોરીનો સામાન ખરીદનાર કુલ 5 આરોપીઓને પકડી લીધા હતા.તેમની પાસેથી કુલ રૂ.18.72 લાખનો મુદામાલ પણ મળી આવ્યો હતો. આઈસરમાં ચોરી કરનાર અજાણ્યા 2 બાઈક ચાલકો સહિત તપાસમાં બહાર આવે તે શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. લીંબડી- અમદાવાદ હાઈવે પરની હોટલો, પેટ્રોલ પંપ સહિતના સ્થળોના સીસીટીવી ફૂટેજ મેળવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી માહિતી મેળવી હતી કે મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગના શખસોએ આઈસરમાંથી 1.07 કરોડના ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી કરી હતી.

Next Story