Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ઘરફોડ અને વાહન ચોરી બાદ હવે તસ્કરોનું નવું નિશાન, જુઓ શેના પર મારી તરાપ..!

જિલ્લાના લીંબડીના છાલીયા તળાવ નજીક આવેલ નર્મદા કેનાલ પરથી ખેડૂતોના મશીનના હેડ અને બ્લોકની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના છાલીયા તળાવ નજીક આવેલ નર્મદા કેનાલ પરથી ખેડૂતોના મશીનના હેડ અને બ્લોકની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગરના લીંબડી-છાલીયા તળાવ નજીક આવેલ નર્મદા કેનાલમાંથી આસપાસના ખેડૂતો ખેતી અને સિંચાઇ માટે પાણી મેળવતા આવ્યા છે, ત્યારે આ કેનાલ પરથી ખેડૂતોના મશીનના હેડ અને બ્લોકની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મશીનના હેડ અને બ્લોકની ચોરી થઈ હોવાની જાણ થતાં જ ખેડૂતો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં અંદાજે 10થી વધુ ખેડૂતોના મશીનના હેડ અને બ્લોકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે અજાણ્યા તસ્કરો સામે થતા ખેડૂત આલમમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. જોકે, ઘરફોડ ચોરી અને વાહન ચોરી બાદ હવે તસ્કરોએ ખેડૂતોને પણ નથી છોડ્યા, ત્યારે સિંચાઈ માટે ઉપયોગી મુદ્દામાલની જ ચોરી થતાં ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે હવે વહેલી તકે તસ્કરોને ઝડપી લેવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો લીંબડી પોલીસ મથકે રજૂઆત પહોંચ્યા હતા.

Next Story