Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : રણમાં મીઠું પકવતા અગરીયાઓએ બચાવી 10 લોકોની જિંદગી, 10 કિમી દૂર જઈને પરિવારનો જીવ બચાવ્યો....

થોડા સમય અગાઉ રણમાં મીઠું પકવાતા અગરિયાઓ દ્વારા યુવાનોએ બાઈકમા સવાર પતિ-પત્નિ અને એક માસુમ બાળાને હેમખેમ બચાવી લીધા હતા.

X

સુરેન્દ્રનગરમાં આવેલા વાછડાદાદા રણમાં દર્શન કરવા માટે ગયેલા પરિવારની કાર રણમાં ફસતા ચાર મહિલાઓ, બાળકો સહીત 10 લોકોના પરિવારને અગરીયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.

થોડા સમય અગાઉ રણમાં મીઠું પકવાતા અગરિયાઓ દ્વારા યુવાનોએ બાઈકમા સવાર પતિ-પત્નિ અને એક માસુમ બાળાને હેમખેમ બચાવી લીધા હતા. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં સોમવારે ચાર મહિલાઓ અને બાળકો સહિતનો એક પરિવાર મોડી સાંજે વાછડાદાદા રણમાં માનતા પુરી કરવા રણમાં 10 કિમી દૂર ગયા હતા જેવા તે ત્યાં પહોચ્યા કે અચાનક જ વરસાદ ચાલુ થઇ જતા અને બીજીબાજુ એમની ગાડીની ક્લચપ્લેટ બગડી જતા આ પરિવારનો જીવ પડીકે બંધાયો હતો. આ પરિવારને વેરાન રણમાં મોતના સાક્ષાત દર્શન થયા હતા. બાદમાં આ પરિવારે ગુગલ પર જઈને વાછડાદાદા રણના દાદાની જગ્યાના પ્રમુખ લક્ષમણભાઇને ફોન કરતા એમણે ચિંતા ના કરવાનું જણાવી મદદ માટેનું આશ્વાસન આપ્યું હતું. બાદમાં મીઠું પકવતા અગરીયાઓ દ્વારા ટ્રેક્ટર સાથે રણમાં તાત્કાલિક પહોંચી જઈને આ પરિવારને બચાવી લઈ હેમખેમ બહાર કાઢ્યા હતા. ત્યારે આ પરિવારના જીવમાં જીવ આવ્યો હતો.

Next Story