સુરેન્દ્રનગર : ભાજપના MLAની કારને લીંમડી નજીક અકસ્માત નડ્યો, સારવાર હેઠળ ખસેડાયા...

અમદાવાદ-રાજકોટ હાઇવે પર રાજકોટ-ઉપલેટા ભાજપના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.

New Update
સુરેન્દ્રનગર : ભાજપના MLAની કારને લીંમડી નજીક અકસ્માત નડ્યો, સારવાર હેઠળ ખસેડાયા...

અમદાવાદ-રાજકોટ હાઇવે પર રાજકોટ-ઉપલેટા ભાજપના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિ માકડિયા મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ કારમાં જઇ રહ્યા હતા, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક ભેંસ સાથે કાર અથડાઇ હતી. જેમાં ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડીની આર.આર. સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા બાદ 2 કલાક ઓબઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો ભુક્કો બોલી ગયો છે.

Advertisment
Latest Stories