/connect-gujarat/media/post_banners/c5d8fc45f682b64421c6a8e3871989652cf0d378eee286306f4ca8847c8316d8.jpg)
સુરેન્દ્રનગરના સાયલા ખાતે દુધમંડળીના નવીન દૂધઘરનું કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના 'નવીન દૂધ ઘર'ના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે નવીન દૂધ ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ ગામ સુપ્રસિધ્ધ સાહિત્યકાર સ્વ . હેમુભાઈ ગઢવીનું વતન એટલે 'હેમ તીર્થ ' ના હુલામણા નામથી પણ ઓળખાય છે.
આજે સ્વ. સાહિત્યકાર હેમુભાઈની પુણ્ય તિથિ હોવાથી એમને યાદ કરવાનો દિવસ છે ત્યારે આગેવાનોએ અગ્રણીઓએ 'હેમ તીર્થ' ની મુલાકાત લીધી હતી. સ્વ.હેમુભાઈની પુણ્ય તિથિ નિમિત્તે મહાનુભાવોએ હેમ તીર્થમાં ઓડિયો વિડિયો ટૂંકી ફિલ્મ નીહાળી તેમના જીવન કવનથી માહિતગાર થયા હતા.