સુરેન્દ્રનગર : પાટડીમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો નહીં પહોચતા કાર્ડધારકોને હાલાકી
શીતળા સાતમ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેમ છતાં પાટડી તાલુકાની સસ્તા અનાજની દુકાનોએ તહેવાર નિમિતે રાહત ભાવે આપતા ખાંડ,તેલનો જથ્થો ન પહોંચતા ગરીબોની જન્માષ્ટમી સહિતના તહેવારો બગડવાના એંધાણ મળી રહ્યા છે

શીતળા સાતમ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેમ છતાં પાટડી તાલુકાની સસ્તા અનાજની દુકાનોએ તહેવાર નિમિતે રાહત ભાવે આપતા ખાંડ,તેલનો જથ્થો ન પહોંચતા ગરીબોની જન્માષ્ટમી સહિતના તહેવારો બગડવાના એંધાણ મળી રહ્યા છે. પાટડી તાલુકામાં તો સસ્તા અનાજના વેપારીઓ ગ્રાહકોને જવાબ આપીને થાક્યા છે.
પાટડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સસ્તા અનાજની દુકાને પરવાનેદાર દ્વારા રૂપિયા ભરી દીધા હોવા છતાં તેલ અને ખાંડનો જથ્થો નહીં પહોંચતા ગરીબોનો તહેવાર બગડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.બીજી તરફ સસ્તા અનાજના વેપારીઓ રાશન કાર્ડ ધારકોને જવાબ આપી આપીને થાક્યા છે. જેથી પુરવઠા વિભાગ વહેલી તકે ખાંડ અને તેલનો જથ્થો દરેક સસ્તા અનાજની દુકાને પહોંચતો કરી ગરીબોનો તહેવાર સુધરે તેવું આયોજન કરે તે જરૂરી હોવાનું લોકો અને પરવાનેદારો જણાવી રહ્યા છે.
સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં વિતરણ વ્યવસ્થામા છેલ્લા એક અઠવાડિયાથી સર્વર ડાઉન કે અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને બીજી બાજુ શીતળા સાતમ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે 1 પાઉચ તેલ અને બીપીએલ કાર્ડધારકોને 1 કિલો ખાંડ રૂ. 22ના ભાવની હજુ આજદિન સુધી પાટડી તાલુકામાં કોઈ જ ગામની સસ્તા અનાજની દુકાન પર પહોંચી નથી અને પાટડી અન્ન નાગરીક પુરવઠાના ગોડાઉનમા પણ આવી નથી. એટલે BPL રેશનકાર્ડ ધારકો તહેવાર ઉપર આજ દિવસ સુધી પુરવઠાથી વંચિત છે.
એક બાજુ જાહેરાત મોટી અને વહેલી કરવાની અને જથ્થો પહોચાડવાનુ કામ ઠપ્પ એટલે અંત્યોદય રેશનકાર્ડની તહેવાર ખાંડ આવી પણ BPL રેશનકાર્ડ ધારકોને હજુ તહેવારની 1 કિલો ખાંડ આવી નથી. ગ્રાહકો દરરોજ તહેવારની એક કિલો ખાંડ માટે ધક્કા ખાઇ રહ્યાં છે. અને જો દુકાનદાર ના પાડે કે નથી આવી એમ કહે તો કાર્ડ ધારકો સાથે દુકાનદારોને ઝઘડા થાય છે.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT