/connect-gujarat/media/post_banners/9e30b1f0ce225d04f83181bca7fb7502835c0ced69bd28ed541186f9e2c21681.webp)
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામના પ્રિતી સમલિયાને પ્રસુતિની પીડા ઉપડતાં સારવાર માટે ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે, પ્રિતીબેનને રાત્રે પ્રસૃતિની પીડા ઉપડતાં સીએચસીના કર્મચારીઓએ ડિલિવરી કરાવવા માટેની તૈયારી હાથ ધરી, ત્યારે અચાનક પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. જોકે, ચુડા આરોગ્ય કેન્દ્રનું જનરેટર બંધ હોવાથી ડિલિવરી કરાવવી મુશ્કેલ હતી. પ્રતિબેનને તાત્કાલિક 108ની મદદથી લીંબડી ખસેડવામાં આવ્યા હતા. લીંબડી શહેરની ખાનગી હોસ્પિટલ નીચે 108 એમ્બ્યુલન્સ પહોંચી ત્યાં તો પ્રતિબેનને પ્રસૃતિની પીડા અસહ્ય બની ગઈ હતી. 108ના ઈએમટી સંજયભાઈ સોલંકીએ સમયસૂચકતા જાળવી ખાનગી હોસ્પિટલ નીચે 108 એમ્બ્યુલન્સમાં જ પ્રિતીબેનની ડિલિવરી કરાવી હતી. પ્રિતીબેને પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીને જન્મ આપનાર પ્રિતીબેન અને પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો.