Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ખેડૂતો સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે લાભ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ખેડૂતોને તેમના ખેતઉત્પાદનના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ કરેલ છે

X

ખેડૂતોને તેમના ખેતઉત્પાદનના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સરકારની આ યોજાનો લાભ લઈ રહ્યા છે ખેડૂતોને તેમના ખેતઉત્પાદનના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ કરેલ છે. ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિન્ટલ રુપિયા 6600, ચણાની પ્રતિ ક્વિન્ટલ 5335 અને રાયડાની પ્રતિ ક્વિન્ટલ રુપિયા 5450ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.

આ છે સુરેન્દ્રનગરના વઢવાણ એપીએમસી, જ્યાં ટેકાના ભાવે ચણાની ખરીદી થઈ રહી છે... સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પારદર્શક રીતે ખરીદી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરની જેમ જૂનાગઢ અને મહિસાગર ખાતે પણ ખરીદી ચાલી રહી છે. ખેડૂતોને ફોન, મેસેજ દ્વારા વેચાણ માટે તેમનો વારો આવે ત્યારે જાણ કરવામાં આવે છે. ખરીદીની આવી સુચારુ વ્યવસ્થા જોઈ ખેડૂતો ખુશ છે. સરકાર જ્યારે તુવેર, ચણા અને રાયડા જેવી જણસના ટેકાના ભાવે ખરીદી કરી રહી છે ત્યારે ધરતીપુત્રોના મોઢા પર સંતોષનો ભાવ જોવા મળી રહ્યો છે.

Next Story