સુરેન્દ્રનગર : શિક્ષકો માટે પ્રથમવાર લર્નિગ સાયન્સ સ્ટાન્ડર્ડ દ્વારા 2 દિવસીય તાલીમ શિબિર યોજાય...

સુરેન્દ્રનગર ખાતે શાળાના શિક્ષકો માટે પ્રથમવાર લર્નિગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડ દ્વારા 2 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર : શિક્ષકો માટે પ્રથમવાર લર્નિગ સાયન્સ સ્ટાન્ડર્ડ દ્વારા 2 દિવસીય તાલીમ શિબિર યોજાય...
New Update

સુરેન્દ્રનગર ખાતે શાળાના શિક્ષકો માટે પ્રથમવાર લર્નિગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડ દ્વારા 2 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, ગાંધીધામ શાખા દ્વારા સ્ટાન્ડર્ડ ક્લબના શિક્ષકો માટે સુરેન્દ્રનગમાં પ્રથમવાર 2 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમારોહના અધ્યક્ષ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, ડો. અપર્ણા સિંઘ અને ડો. અનિલકુમાર સિંઘએ પ્રવચન આપ્યું હતું. 2 દિવસીય તાલીમ કાર્યક્રમમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા પ્રવૃત્તિઓ પર વિવિધ સેમિનાર, પોશ્ચરાઈઝ્ડ મિલ્ક અને કેબલ્સ પર લેસન પ્લાન, ઈન્ડસ્ટ્રીની મુલાકાત અને શાળાઓના માર્ગદર્શકોને તાલીમ આપી હતી. જેમાં "ઓનલાઈન કોચિંગ સેવા-જરૂરીયાતો" પર મંથન દ્વારા યોજવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોએ મહત્વપૂર્ણ ઇનપુટ્સ આપ્યા હતા. લોકોમાં સ્ટાન્ડર્ડ અને ગુણવત્તા વિશે વધુ જાગૃતિ લાવવાની હકારાત્મક નોંધ આવે તે માટે આવા કાર્યક્રમો જરૂરી છે. આગામી દિવસોમાં આવા કાર્યક્રમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાયેલ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ થકી શિક્ષકોને વધુ જાણકારી મળી હતી, અને પોતે પોતાની શાળામાં જઈ વિદ્યાથીઓને પણ આ બાબતે જાણકારી આપશે.

#Gujarat #CGNews #Surendranagar #training camp #teachers #Learning Science Standard
Here are a few more articles:
Read the Next Article