Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ઇતિહાસમાં પ્રથમવાર રેલ્વે મારફતે મીઠાની નિકાસ, વ્યાપારના નવા દ્વાર ખુલ્યા...

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રેલ્વે સ્ટેશનથી ભારતભરમાં રેલ્વે મારફતે મીઠાની નિકાસ થાય છે

X

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રેલ્વે સ્ટેશનથી ભારતભરમાં રેલ્વે મારફતે મીઠાની નિકાસ થાય છે. અહીંયા આઝાદી પહેલાથી એટલે બ્રિટીશ હુકુમત સમયથી સને 1872થી મીઠા ઉદ્યોગ ચાલી રહ્યો છે. પરંતુ અહીંનું ખુલ્લુ મીઠું આયોડીનયુક્ત ખાવા માટે પહેલા કંતાનના કોથળામાં પેક થઈને જતું હતું, ત્યારબાદ હાલમાં પ્લાસ્ટિકના થેલામાં પેક થઈને જાય છે. જેથી હવે લુઝ મીઠાની નિકાસમાં વધારો થતાં વ્યાપારના નવા દ્વાર ખુલ્યા છે.

સમયાંતરે ભારતમાં મોટી કંપની સ્થપાતા મીઠાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ ખારાઘોડામાં પ્લાસ્ટિકની બેગમાં મીઠું ભરાતું હોય કંપનીને પરવડે તેમ ન હતું. ખારાઘોડા રેલ્વે સ્ટેશનેથી ખુલ્લુ મીઠું રેલ્વેમાં ભરવું પણ અશક્ય હતું. કારણ કે, રેલ્વેના સમય મુજબ રેક (વેગનો)માં ખુલ્લુ મીઠું ફરી સમયસર કંપનીમાં મીઠું પહોંચાડવાનું કામ ખૂબ કઠીન હતું. કંપનીને મોટા જથ્થામાં મીઠાની જરૂરિયાત હોય તેઓ ગાંધીધામ કે, નવલખી પોર્ટ પરથી મીઠું મંગાવતા હતા, ત્યારે હાલમાં ખારાઘોડામાં મીઠાનો વેપાર કરતા સિધ્ધરાજસિંહ કે. ઝાલાએ મોટી કંપની સાથે કરાર કરી તેઓને વિશ્વાસ અપાવ્યો હતો કે, ખારાઘોડા રેલ્વે સ્ટેશનેથી રેલ્વે મારફતે છુટુ મીઠું ભરીને સમયસર, નિયમિત અને જોઈએ તેટલું મીઠું મોકલવા અંગે જણાવ્યુ હતું. જેથી કંપનીએ ખારાઘોડાથી મીઠું મંગાવવાનું શરૂ કરતાં મીઠાના વેપારી અને ટ્રાન્સપોર્ટેશન તેમજ જે.સી.બી. અને હિટાચીના માલિકોએ ટીમ વર્ક કરીને ખારાઘોડામાંથી ઇતિહાસમાં પ્રથમ વાર ખુલ્લુ મીઠું રેલ્વેમાં ભરીને મોકલવાની શરૂઆત કરતા ખારાઘોડા મીઠાના ઉદ્યોગમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. આ સાથે જ મીઠા ઉદ્યોગમાં ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરતા લોકોની રોજગારી વધશે તેવી આશા બંધાઈ છે.

Next Story