ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામમાં ખૂની ખેલ ખેલાયો
મિત્રો વચ્ચે અપશબ્દો બોલવાની માથાફુટમાં વિવાદ
ઉશ્કેરાયેલા મિત્રએ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર
પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી આદરી
આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે મિત્રો વચ્ચે અપશબ્દો બોલવાની માથાફુટમાં છરીના ઘા મારી મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા પોલીસે હત્યારાની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જીલ્લો એ જાણે ગુનેહેગારોનું હબ હોય તેમ અહી હત્યા, લૂંટ, ખંડણી, જુથ અથડામણ સાહિત ફાયરીંગ જેવી ઘટનાઓ સામાન્ય બની છે. તો બીજી તરફ, ગુનાહિત પ્રવૃતિઓ કરતા આરોપીઓને જાણે પોલીસનો કોઇ ખોફ ન હોય તેમ રોજબરોજ ગુન્હાઓને અંજામ આપે છે, ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે યુવકની હત્યા થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
રાજગઢ ગામે સિમ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરના ઓટલા ઉપર 3 મિત્રો બેઠા હતા, ત્યારે એક મિત્રએ અપશબ્દો બોલતા અન્ય મિત્રએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા મિત્રએ છરી કાઢી તેના જ મિત્ર પર ઉપરાછાપરી ઘા મારી હત્યા નિપજાવી ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં 26 વર્ષીય યુવક મનસુખ ઉર્ફે વિપુલ વજુભાઇ મુલાડીયા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
આ હત્યામાં ગામનો જ યુવક હોય તેવી પ્રાથમિક માહિતી મળતા ગામમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે આરોપી સુધી પોહોચવા અલગ અલગ ટીમો બનાવી તપાસ વધુ તેજ કરી હતી. હત્યાના બનાવમાં પોલીસે ચંદ્રકાંત ઉર્ફે અશોક બહાદુરભાઇ નગવાડીયા અને ભાવેશ રતીલાલની અટકાયત કરી હતી, જ્યારે પ્રાથમિક પુછપરછમાં હત્યા કરી હોવાની કબુલાત આપતા પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.