સુરેન્દ્રનગર: ધાંગધ્રામાં  સ્ટેટ સમયના મંદિરે વયસ્ક નાગરિકો દ્વારા ગવડાવવામાં આવે છે ગરબા !

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે

New Update

સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીના પર્વની ઉજવણી

ધાંગધ્રામાં આવેલું છે સ્ટેટ સમયનું મંદિર

મહાલક્ષ્મી માતાના મંદિરે કરાય છે ઉજવણી

વયસ્ક નાગરિકો દ્વારા ગવડાવવામાં આવે છે ગરબા

મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઘૂમે છે ગરબે

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે
હાલ નવરાત્રી ચાલી રહી છે. લોકો ગરબે રમીને આનંદ લઈ રહ્યા છે ત્યારે નવરાત્રીમાં માતાજીની ભક્તિ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ 132 વર્ષ સ્ટેટ વખતના જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સીટીઝનો દ્વારા જુના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવે છે. સાથે માતાજીને નવરાત્રીમાં અલગ અલગ શણગાર કરવામાં પણ આવે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન થાય છે.અહીં જે ગરબા ગાવામાં આવે છે. તેમાં વલ્લભ ભટ્ટ દયાકલ્યાણના પ્રાચીન ગરબા, આરતી,થાળ, ગવાય છે.મંદિરની અંદર ગવાતા ગરબા આજના યુવાનો અને યુવતીઓને પણ આકર્ષે તેમ છે. ગરબા ગાવામાં યુવાનો અને યુવતીઓ પણ અહીં આવે છે. 
Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.