Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : આજથી ઘુડખર અભયારણ્ય 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સદંતર બંધ

ચાર મહિના માટે ઘુડખર અભયારણ્ય સદંતર બંધ, 15 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.

X

કચ્છનું નાનું રણ ઘુડખર અભયારણ્ય આજથી 4 મહિના સુધી પ્રવાસીઓ માટે સદંતર બંધ કરવામાં આવ્યું છે. આગામી 15 ઓકટોબરે અભયારણ્ય પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવશે.

કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે જે આ કચ્છના નાના રણ સિવાય બીજે ક્યાંય જોવા નથી મળતા. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.

Seઆ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. જોકે, આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેવાનુ મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ છે જેથી તેને ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્યને બંધ કરવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જોકે, આ વખતે પણ લોકડાઉનના કારણે અભ્યારણ હાલ બંધ જ હતું. આ વખતે અભયારણ્યને આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

Next Story