સુરેન્દ્રનગર : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પુરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાય ગુજરાત ગૌરવ યાત્રા...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો દ્વારા લોકોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

New Update
સુરેન્દ્રનગર : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પુરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાય ગુજરાત ગૌરવ યાત્રા...

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પુરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જીલ્લા ખાતે આવી પહોચેલી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો દ્વારા લોકોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા યાત્રાઓ તેમજ જનસભાઓ યોજવામાં આવી છે, ત્યારે હાલ ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ યાત્રા રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં ફરશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પુરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા ખાતે આવી પહોચેલી ગુજરાત ગૌરવ યાત્રાનું ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ યાત્રા માલવણ સહિત જિલ્લાની તમામ 5 વિધાનસભા વિસ્તારમાં ફરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, જયંતી કવાડીયા, ધારાસભ્ય ધનજી પટેલ, પુરષોત્તમ સાબરિયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories