સુરેન્દ્રનગર: રણ વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે મીઠાના અગરમાં ભારે નુકશાન,ભારે પવનના કારણે ઝૂપડા પણ ઉડ્યા

સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં વરસાદથી મીઠાના પાટામાં ભારે નુકશાન થયું હતું તો વીજળી પડતાં અગરિયાના ઝુપડા પણ સળગી ઉઠ્યા હતા

સુરેન્દ્રનગર: રણ વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે મીઠાના અગરમાં ભારે નુકશાન,ભારે પવનના કારણે ઝૂપડા પણ ઉડ્યા
New Update

સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં વરસાદથી મીઠાના પાટામાં ભારે નુકશાન થયું હતું તો વીજળી પડતાં અગરિયાના ઝુપડા પણ સળગી ઉઠ્યા હતા

હવામાન વિભાગ દ્વારા 4, 5 અને 6 માર્ચ એમ ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત કચ્છના નાના રણમાં વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ કમોસમી વરસાદ ખાબકતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યુ હતુ. અને રણમાં પોતાના પરિવારજનો સાથે મીઠું પકવતા અગરિયા મનસુખભાઇ રામાભાઇ અજાણીનું ઝુપડું રણમાં જોરદાર સુસવાટા મારતા પવન અને વાવાઝોડાના લીધે 10થી 12 ફુટ ફંગોળાઇને પડ્યું હતુ. સદભાગ્યે અગરિયા પરિવાર પાટામાં મીઠું પકવવાનું કામ કરતા હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને એક બાજુ મીઠાની સીઝન ચાલુ છે. અને માલ પાકવા ઉપર હોય ત્યારે જ રણમાં કમોસમી વરસાદે અને વાવાઝોડાએ અગરિયાની ચિંતા વધારવાની સાથે એમના પર "પડ્યા ઉપર પાટુ મારવાના ઘા" સમાન નુકશાની ઉઠાવવાની નોબત આવી હતી. અને ભારે પવનના કારણે અગરિયાના રહેવા માટે ઝુપડા પણ ઉડી ગયા હતા. અને રણમાં અમુક વિસ્તારમાં તો ભારે વરસાદથી મીઠાનું ધોવાણ મોટા પાયે થયું હતુ.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surendranagar #Unseasonal rain #Heavy Rain #Heavy loss #wind #salt agar #desert area
Here are a few more articles:
Read the Next Article