સુરેન્દ્રનગર: લખતર ગામમાં અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર,ભ્રષ્ટાચાર હટાવોના લાગ્યા બેનર,જુઓ શું છે કારણ

વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મૌખિક રજુઆતની તપાસ નહિ થતા લોકોમાં રોષ

સુરેન્દ્રનગર: લખતર ગામમાં અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર,ભ્રષ્ટાચાર હટાવોના લાગ્યા બેનર,જુઓ શું છે કારણ
New Update

સુરેન્દ્રનગરના લખતર ગામમાં થઈ રહેલ વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મૌખિક રજુઆતની તપાસ નહિ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના લખતર ગામમાં મહિલા સરપંચ દ્વારા કાર્યભાર સંભળ્યા પછી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ નાળા રોડ રસ્તા ગટર લાઈન ભૂગર્ભ ગટર હોવાછતા નવી ભૂગર્ભ ગટરલાઈન નાખવામાં નવી ભૂગર્ભ ગટર લાઈનમાં કનેક્શન દેવામાં સહિત રોડ રસ્તા બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લેવા સહિત અનેક કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે પુરાવા સહિતની લેખિત રજુઆત લખતર તાલુકા પંચાયતથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધી કરવામાં આવી છે સાથે બહારના મફતિયાપરા કેન્ટીનપરા શ્રેયાશ સોસાયટી કૃષ્ણનગર ભૈરવપરા ઇન્દિરા આવાસ યોજના શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારમાં રોડ રસ્તા લાઈટ સફાઈનો અભાવ હોવાથી લખતર ગામના રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે 

#Surendranagar #ચૂંટણી બહિષ્કાર #election boycott #Gujarati News #Surendranagar News #લખતર ગામ #Lakhtar village #ભ્રષ્ટાચાર #ભ્રષ્ટાચાર હટાવો
Here are a few more articles:
Read the Next Article