સુરેન્દ્રનગર : પાટડીની માર્કેટિંગ યાર્ડમાં હળવદ યાર્ડના વેપારીનું નકલી જીરું પકડાતા ચકચાર..!

ગત વર્ષે હળવદમાંથી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયા બાદ આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલરવાળી વરિયાળી મિક્સ કરી પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા પકડાઈ ગયો હતો.

સુરેન્દ્રનગર : પાટડીની માર્કેટિંગ યાર્ડમાં હળવદ યાર્ડના વેપારીનું નકલી જીરું પકડાતા ચકચાર..!
New Update

ગત વર્ષે હળવદમાંથી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયા બાદ આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલરવાળી વરિયાળી મિક્સ કરી પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા પકડાઈ ગયો હતો. પાટડી યાર્ડ સતાવાળાઓએ 142 મણ ભેળસેળીયું જીરું સીઝ કરી નમૂના લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, હળવદના વેપારીએ ગઈકાલે હળવદ યાર્ડમાં જ આ જીરું વેંચતા પકડાયો હતો, છતા માત્ર નોટિસ આપી જવા દેવાયો હતો.

હળવદ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા ધર્મ એન્ટરપ્રાઈઝના સંચાલક દ્વારા ગઈકાલે બુધવારે હળવદ યાર્ડમાં ઉંચા ભાઈ વેંચતા જીરુમાં કલરવાળી વરિયાળી મિક્સ કરી બે ઢગલા હરરાજીમાં મુક્ત અન્ય વેપારીના ધ્યાને આવતા ભાંડો ફૂટતા આનું આ જીરું પાટડી માર્કેટિંગ યાર્ડમાં સવારામ ટ્રેડિંગ કંપનીમાં ઉતારતા જ વેપારીએ જીરું શંકાસ્પદ લાગતા યાર્ડ સત્તાવાળાઓને જાણ કરતા આ શંકાસ્પદ જીરુંના નમૂના લેવડાવી 142 મણ ભેળસેળીયું જીરું કબ્જે કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ હાલમાં માર્કેટિંગ યાર્ડમાં વરિયાળી પ્રતિમણ રૂપિયા 1200થી 1500ના ભાવે વેચવામાં આવે છે, જેની સામે જીરું પ્રતિમણ રૂપિયા 4000થી 5100ના ભાવે વેચાતું હોય ભેજાબાજ વેપારીએ વરિયાળીમાં કલર કરી જીરામાં ખપાવવા પ્રયાસ કરતા પાટડી યાર્ડની ઝપટે ચડ્યો હતો. જોકે, હળવદ યાર્ડના સત્તાધીશો શંકાના દાયરામાં આવી ગયા છે, જો હળવદ યાર્ડના સતાવાળાઓએ ગઈકાલે આ જીરું પકડી પાડ્યું હોત તો આજે પાટડી માર્કેટિંગ યાર્ડ સુધી આ જીરું ન પહોંચ્યું હોત તેવું ખુદ વેપારીઓ જણાવી રહ્યા છે. આ અંગે પાટડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રામજી જાદવ અને સેક્રેટરી સાગર દેસાઈએ જણાવ્યું કે, હળવદના વેપારી ખેડૂતોના નામે પાટડી એપીએમસીમાં અંદાજે રૂ. સાતેક લાખનુ નકલી જીરું વેચતા ઝડપાઈ જતા હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#Gujarat #Surendranagar #arrested #marketing yard #Patdi #fake cumin #Halvad yard #dealer
Here are a few more articles:
Read the Next Article