Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : જોરાવરનગર સ્થાનકવાસી જૈન સમાજ ટ્રસ્ટમાં ગેરરીતીના આક્ષેપ સાથે જૈન સમાજનું તંત્રને આવેદન

સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં જૈન સમાજના 27 પંથના સાધ્વીજી આવી શકે તેવી વ્યવસ્થા છે

X

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર સ્થાનકવાસી જૈન સમાજ ટ્રસ્ટમાં ગેરરીતી થતી હોવાના આક્ષેપ સાથે જૈન સમાજના અગ્રણીઓ અને મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં જૈન સમાજના 27 પંથના સાધ્વીજી આવી શકે તેવી વ્યવસ્થા છે, ત્યારે ઉપાશ્રયના ટ્રસ્ટીઓ દ્વારા માત્ર એક જ પંથના લોકો ઉપશ્રયમાં આવી શકે તે માટેનો તકતો ઘડવામાં આવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળી છે. જેમાં બિનસાંપ્રદાયિકતા ટકાવી રાખવા મુદ્દે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા ઉપાશ્રયની બહાર જ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને મહિલાઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી જૈન સમાજ ટ્રસ્ટમાં થતી ગેરરીતીઓને બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story