સુરેન્દ્રનગર : ખોડુના પરિવારે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે દિકરાની જાન બળદગાડામાં કાઢી.

સુરેન્દ્રનગરના ખોડુ ગામે રહેતા પરિવાર દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે એકના એક દિકરાની જાન શણગારેલા બળદગાડામાં યોજતા આકર્ષણનું કેન્દ્ર બન્યું.

New Update

લગ્નમાં દેખાદેખીમાં લોકો કરોડો રૂપિયાના ખર્ચે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વસતા અને મુળ ખોડુ ગામનાં રહીશ લાભુભાઇ ડાભીના દિકરા ધવલનાં લગ્નમાં જાન અનોખી રીતે કાઢવામાં આવી હતી. મોંઘી વૈભવી કાર માટે માત્ર કલાકો માટે ભાડે રાખી હજારો રૂપિયા ખર્ચ પણ કરતા હોય છે ત્યારે લાભુભાઇએ પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે દિકરાની જાન બળદગાડામાં યોજી હતી. જેમાં બળદગાડાને સુંદર શણગારવામાં આવ્યું હતું. જેમાં બળદોને શીંગડા પર ભરત ભરેલા કાપડનો શણગાર, મશીયાળા એટલે કે બળદના મોંના ભાગને પણ શણગારમાં આવ્યો હતો .બળદની પીઠ પર રાખવામાં આવતા કપડાને પણ શણગારવામાં આવ્યા હતા. પશ્ચિમી સંસ્કૃતિને બદલે આપણી ઐતિહાસિક પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવાનો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતુ અને આ શણગારેલા બળદગાડામાં આવેલી જાન સમગ્ર વઢવાણ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી .

Latest Stories