Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : LCB પોલીસે મોટરસાયકલ ચોરી કરનાર ત્રણ આરોપીને 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

સુરેન્દ્રનગર જીલ્લા સહિત અનેક જગ્યાએ મોટરસાયકલ ચોરી કરનાર ટોળકીના ત્રણ આરોપીઓને પોલીસે રૂ. 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

X

સુરેન્દ્રનગર જીલ્લા સહિત અનેક જગ્યાએ મોટરસાયકલ ચોરી કરનાર ટોળકીના ત્રણ આરોપીઓને પોલીસે રૂ. 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા. આરોપીઓ બેકારીની ખપ્પરમાં હોમાતા ચોરીના રવાડે ચડયા હતા. આરોપીઓએ ચોરીને છેલ્લા બે વર્ષથી અંજામ આપતા હતા અને ચોરી કરેલ મોટરસાયકલ વેચી અને મોજશોખ પુરા કરતા હતા. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લા સહિત પાડોસના જીલ્લા મોરબી, રાજકોટમાં વાહન ચોરીના બનાવો વધતા પોલીસની ઉંઘ પણ ઉડી હતી અને ઉચ્ચ અધિકારીઓએ સતત વાહન ચોરીઓ થતી હોઇ પોલીસ તંત્રને સતત માર્ગદર્શન આપતા હતા અને વોચ રાખવા સુચનાઓ મળતી હતી. જેથી સુરેન્દ્રનગર LCB ટીમ સતર્ક બની હતી અને બાતમીદારોને કામે લગાડી અને વાહનચોરીઓ ના ભેદ ઉકેલવા મથામણ કરી રહી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે સાયલા તાલુકાના ત્રણ યુવકો રોજ નવા નવા બાઇકો સાથે સીન સપાટા મારે છે અને કાઇપણ કામધંધો કરતા નથી જેથી પોલીસ એ સતત આ ત્રણ યુવકો પર વોચ રાખતા આરોપી સાયલા હાઇવે પર નિકળતા અટકાવી મોટરસાયકલના કાગળો માગતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન લાવી આગવી ઢબે પુછપરછ કરતા આરોપી પોપટ માફક ચોરીઓને અંજામ આપવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આરોપીને સાથે રાખી અને છેલ્લા બે વર્ષ દરમિયાન મોરબી, વાકાનેર, જોરાવરનગર, સાયલા, થાનગઢ, ધજાળા, સુરેન્દ્રનગર સહિત જગ્યાએથી ચોરી કરેલ 14 મોટરસાયકલ વાડીમાં છુપાવેલ હોઇ જે કબ્જે કર્યા હતા તેની કિમત રૂપીયા 3.65 લાખ સાથે આરોપીની વધુ કડકાઇથી પુછપરછ કરતા આરોપીએ તેના સાગરીત અને તે સહિત ત્રણ લોકોએ છેલ્લા બે વર્ષ દરમિયાન 14 મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી અને આરોપીઓએ કબુલાત આપી હતી કે હાલ કોરોનાકાળ બાદ કોઇ કામધંધો ન હોઇ અને બેકારી હોઇ અને બીજા યુવકો જેમ મૌજ શોખ કરવા હોઇ જેથી ચોરીના રવાડે ચડયા હતા. આરોપીઓની ખાસ MO મા ત્રણેય આરોપીઓ પહેલા એકલ દોકલ અંધારામાં પડેલ બાઇકની રેકી કરતા અને પછી લોક તોડી ડાયરેક્ટર છેડા કરી અને ચોરીને અંજામ આપતા હતા. અને ગ્રામ્ય વિસ્તારમાં સસ્તા ભાવે વેચી મારતા અને મોજશોખ કરતા હતા.

Next Story