સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં પડેલ જંગલી બિલાડીનો જીવ બચાવાયો,જુઓ LIVE રેસક્યું ઓપરેશન

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકની પથરાળ જમીન હોવાની સાથે મોટા પ્રમાણમાં જંગલ વિસ્તારની જમીન પણ આવેલી છે.

New Update
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં પડેલ જંગલી બિલાડીનો જીવ બચાવાયો,જુઓ LIVE રેસક્યું ઓપરેશન

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં પડેલ જંગલી બિલાડીને જીવના જોખમે 80 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને 4 કલાકની મહેનત બાદ જીવદયા પ્રેમી યુવાનો દ્વારા સલામત બહાર કાઢવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકની પથરાળ જમીન હોવાની સાથે મોટા પ્રમાણમાં જંગલ વિસ્તારની જમીન પણ આવેલી છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં ફાર્મવાળા મેલડીમાની બાજુની વાડીના એક 80 ફૂટના કૂવામાં છેલ્લા 3 વર્ષથી જંગલી બિલાડી પડેલી હતી. ખેડૂતો દ્વારા ઘણા પ્રયત્નો કરવા છતાં બિલાડીને બહાર કાઢવામાં નિષ્ફળ ગયા હતા. ખેડૂતો બિલાડીને ખોરાક નાખતા હતા જેના કારણે તે આટલા વર્ષો સુધી કૂવામાં જ જીવી હતી ત્યારે જીવદયા પ્રેમી યુવાન બ્રિજેશ રાઠોડ અને જયેશ ઝાલાને આ અંગેની જાણ થતા સાથી યુવાનો સાથે ત્યાં પહોંચ્યા હતા. અને જર્જરિત કૂવામાં જીવના જોખમે ઉતરીને 4 કલાકની ભારે જહેમત બાદ બિલાડીને સુરક્ષિત બહાર કાઢીને સફળ રેસ્ક્યુ કર્યું હતું અને બાદમાં તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવી હતી

Latest Stories