સુરેન્દ્રનગર : પશુઓમાં લમ્પી વાયરસના કેસ વધતા 51 પશુના મોત, કેન્દ્રની પશુપાલન ટીમના અધિકારીઓના ધામા..

લમ્પીના રોગનો પશુ ભોગ બની રહ્યા છે તેમાં અત્યાર સુધીમાં 51 પશુના મોત થયા છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે. હાલ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે

New Update
સુરેન્દ્રનગર : પશુઓમાં લમ્પી વાયરસના કેસ વધતા 51 પશુના મોત, કેન્દ્રની પશુપાલન ટીમના અધિકારીઓના ધામા..

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે જે લમ્પીના રોગનો પશુ ભોગ બની રહ્યા છે તેમાં અત્યાર સુધીમાં 51 પશુના મોત થયા છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે. હાલ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે અને વિવિધ વિસ્તારોમાં લમ્પી વાયરસને લઈને પશુપાલકો પણ ચિંતિત છે અને તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે અનેક ગાયોમાં લમ્પી વાયરસ જોવા મળતા અને જિલ્લામાં વર્તમાન સમયે જે લમ્પી વાઇરસના રોગનો પશુ ભોગ બની રહ્યા છે તેમાં અત્યાર સુધીમાં 51 પશુના મોત આ રોગને કારણે થયા હોવાનું પશુપાલન ખાતુ જણાવી રહયુ છે.

જેને લઈને તંત્ર દોડતું થયું હતું અને વિવિધ પ્રકારની તકેદારી લેવાઈ હતી જેના ભાગરૂપે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે કેન્દ્રના પશુપાલન વિભાગના બે અધિકારી સહિતની ટીમે કોંઢ ગામની મુલાકાત લીધી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લમ્પી વાયરસનો ભોગ બનેલા પશુઓના માલિક સાથે મુલાકાત કરી પશુઓની સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ લમ્પી વાયરસ વધુ ફેલાતો અટકાવવા અસરગ્રસ્ત પશુઓને અલગ બાંધવા તેમજ સ્થાનિક પશુપાલન વિભાગે તાત્કાલિક પશુઑને સ્પ્રે છંટકાવ, અને રસીકરણ ઝડપી કરવા સુચના આપી હતી ધ્રાંગધ્રાના કોંઢ ઉપરાંત રતનપર ગામની પણ ટીમે મુલાકાત કરી હતી

Latest Stories