Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: વાવાઝોડાના પગલે પાટડીના રણમાંથી અગરિયાઓનું સ્થળાંતર, તંત્ર બન્યુ એલર્ટ

બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

X

બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

બીપરજોઈ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે 14 અને 15 જૂને આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થવાની છે ત્યારે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ધીમે ધીમે આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે 14 અને 15 જૂને આ વાવાઝોડું ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી જશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય સરકાર અને તંત્ર સાબદુ બન્યું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ વાવાઝોડાના પગલે પ્રતિ કલાકે 60 કિ.મી ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે 14 અને 15 જૂન ના રોજ આ પ્રકારની અસર સર્જાવા ની છે ત્યારે આ જ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ સતત બની અને ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે રણ પ્રદેશ આવેલો છે ત્યાંથી અગરિયાઓને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.રણમાં મીઠું પકવતા આગરીયાઓને ખાસ કરી ગામ તરફ આવી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે ત્યારે ૯૦ ટકા જેટલી કામગીરી અગરિયાઓને ગામ તરફ લાવવાની પૂરી કરવામાં આવી છે

Next Story