સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં આવેલ મયુરબાગ ખાતે વૃક્ષ ધરાશાયી થતાં 20 થી વધુ બગલાના બચ્ચાનાં મોત, અમુક ઘાયલ

ત્યારે જીવદયાપ્રેમી યુવાનો દ્વારા 30 જેટલા બચ્ચાને સારવાર આપવામાં આવી હતી અને વૃક્ષને કાપીને યોગ્ય જગ્યાએ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

New Update
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં આવેલ મયુરબાગ ખાતે વૃક્ષ ધરાશાયી થતાં 20 થી વધુ બગલાના બચ્ચાનાં મોત, અમુક ઘાયલ

ધ્રાંગધ્રાના મયુર બાગ બગીચામાં ઝાડ પડવાથી વૃક્ષ પર રહેલ 40  બગલાના બચ્ચાના મોત થયા હતા. ત્યારે જીવદયાપ્રેમી યુવાનો દ્વારા 30 જેટલા બચ્ચાને સારવાર આપવામાં આવી હતી અને વૃક્ષને કાપીને યોગ્ય જગ્યાએ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મયુર બાગ બગીચા પાસે કોઈ કારણસર વૃક્ષ ધરાશાયી થતા 40 થી વધુ માળા રહેલ પક્ષીઓના મોત થયા હતા. જ્યારે કેટલાક ઘાયલોને સારવાર આપી બચાવી લેવાયા હતા. રસ્તા પર વૃક્ષો પડતાની સાથે જ ધ્રાંગધ્રાના નિઃસ્વાર્થ જીવનપ્રેમી યુવાનો અને એક આર્મી મેન અને અન્ય સામાજિક કાર્યકરોએ તુરંત જ વચ્ચે પડેલા મોટા વૃક્ષને કાપીને હટાવ્યું હતું. ઘટના બાદ મહાનગરપાલિકાની ટીમ પણ સફાઈ માટે પહોંચી ગઈ હતી.

Latest Stories