/connect-gujarat/media/post_banners/7fa4abbb8217af86cb78d25282a8350afe7276285a5b905cb5367f1c3fe6a31c.jpg)
સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરીયાઓના પાટમાં નર્મદાનું છોડેલ પાણી ભરાઇ જતા અગરીયાઓની હાલત દયનીય બની છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં કચ્છનું નાનુ રણ આવેલુ છે અને દર ચોમાસા પછી પાણી સુકાતા ખારાઘોઢા, પાટડી, કુડા, નિમંકનગર ઝીંઝુવાડા સહિતના અગરીયાઓ રણમાં પોહોચી છ થી સાત મહિના સુધી કાળી મજુરી કરી મીઠુ પકવતા હોઇ છે.એક અંદાજ મુજબ સમગ્ર દેશની ખાધ સામે સુરેન્દ્રનગર જીલ્લામાં જ 20% મીઠુ ઉત્પાદન થાય છે.અગરીયાઓ રણમાં પચાસ ડીગ્રી તાપમાન હોઇ તો પણ રણમાં રહી અને મીઠુ પકવતા હોઇ છે સરકાર દ્રારા રણમાં અગરીયાઓના બાળકો માટે બસ શાળા પણ ચાલુ કરેલ છે જેથી અગરીયાઓના બાળકોનું ભણતર ન બગડે પરંતુ તંત્રની અણ આવડતના લીધે હાલ અગરીયાઓ મુશ્કેલીમાં મુકાયા છે રણમાં હાલ નર્મદા કેનાલનું પાણી પોહોચી જતા મીઠાના અગરમાં પાણી ભરાઇ જતા રણ હાલ બેટમાં ફેરવાયુ છે.