સુરેન્દ્રનગર : ભત્રીજીના ધામધૂમપૂર્વક લગ્ન કરવાની ઈર્ષાએ પાડોશીઓએ કાકાને રહેંશી નાખ્યો, 3 શખ્સોની ધરપકડ...

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ધામધૂમપૂર્વક ભત્રીજીના લગ્ન કરવાની ઈર્ષા રાખી પાડોશીઓએ કાકાની હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે

New Update
  • સાયલા પંથકમાં લગ્નપ્રસંગ મામલે ખેલાયો ખૂની ખેલ

  • ધામધૂમપૂર્વક ભત્રીજીના લગ્ન કરવાની રાખી હતી ઈર્ષા

  • પાડોશીઓએ કાકાની હત્યા નિપજાવતા પંથકમાં ચકચાર

  • હત્યા મામલે પોલીસ દ્વારા 3 શખ્સોની ધરપકડ કરાય

  • અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી ધરપકડની કાર્યવાહી

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ધામધૂમપૂર્વક ભત્રીજીના લગ્ન કરવાની ઈર્ષા રાખી પાડોશીઓએ કાકાની હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છેજ્યારે અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા લૂંટ અને મારામારી સહિતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છેત્યારે સાયલા ગામમાં વાસુકીનગરમાં ભત્રીજીના ધામધૂમપૂર્વક લગ્નની ઈર્ષા રાખી 2 પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ભત્રીજીના કાકા હિંમતભાઈ પંડ્યાની હત્યા થઈ હતી. મળતી માહિતી અનુસારમૃતક હિંમતભાઈ પંડ્યાની ભત્રીજીના થોડા દિવસ પહેલા જ લગ્ન હતાત્યારે આ લગ્ન ધામધૂમપૂર્વક કર્યા હોયજેની પાડોશીએ ઈર્ષા રાખી મોબાઈલ સ્ટેટસમાં ફોટા અપલોડ કરીને અભદ્ર મેસેજ મુકતા હોવાથી મૃતકના પરિવારજનો આરોપીના ઘરે ઠપકો આપવા ગયા હતા.

જેમાં બોલાચાલી બાદ મામલો બીચક્યો હતોત્યારે 5 શખ્સોએ ભત્રીજીના કાકા હિંમત પંડ્યા પર તીક્ષ્ણ હથિયારછરીતલવાર અને લાકડી જેવા મારક હથિયારો વડે ગંભીર ઈજા પહોંચાડી હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે મૃતકના ભાઈએ પાડોશમાં રહેતા નરેશ અઘારાગિરધર અઘારામુકેશ અઘારારાજન અઘારાઉમંગ અઘારા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતીત્યારે પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેજ્યારે અન્ય 2 શખ્સોની ધરપકડના પણ ચક્રો ગતિમાન કર્યા છે.

 

Latest Stories