New Update
/connect-gujarat/media/post_banners/9e772d282e0951af338177da96de727f5c7d79a58fa0a97eee51edee9735c888.jpg)
સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા લીંબડી ખાતે પડતર માંગો સાથે પેન્શન અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
લીંબડી અને ચુડા તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને કર્મચારીઓએ રેલી યોજી લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કિરિટસિંહ રાણાને રજૂઆત કરવા પહોચ્યા હતા. સાથે જ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Latest Stories