સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના હરીપર ગામનો બનાવ
જંગલમાંથી જમીનમાં દાટી દીધેલ જીવીત બાળકી મળી આવી
નિષ્ઠુર માતાએ 3 દિવસની બાળાને તરછોડી
સ્થાનિક માલધારીએ બાળકીને સારવાર અર્થે ખસેડી
પોલીસે ચકચારી ઘટનાની તપાસ કરી શરૂ
સુરેન્દ્રનગર જિલ્લામાં અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવીત મળતા ચકચાર મચી છે.ધ્રાંગધ્રાના હરીપુરા ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો.અને તેઓએ તપાસ કરતા માસુમ બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી.આ અંગે માલધારીએ જાણ કરતા અન્ય લોકો દોડી આવ્યા અને બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબ બાળકીને જે રિક્ષામાં લઈ જવાઈ તે રિક્ષાનું પગેરૂ પોલીસે શોધી કાઢ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ બાળકીને જે રિક્ષામાં લઈને જંગલમાં જીવતી દાટી દેવાઈ હતી,એ રિક્ષાની ઓળખ થઇ ગઈ છે અને એ દિશામાં સઘન પોલીસ તપાસ ચાલી રહી છે.તેમજ હાલમાં બાળકી સારવાર હેઠળ છે.