/connect-gujarat/media/post_banners/021a95a704407bda2726c88cd0761ca4cb13272a28a42310840bcdb7e300a9c5.jpg)
રાજયમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં માંદગીના પ્રમામાં વધારો જોવા મળી રહ્યો છે. લીંબડીની સરકારી હોસ્પિટલ દર્દીઓથી જાણે ઉભરાય રહી છે
કોરોનાકાળ બાદ હવે રાજ્યમાં ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર કરી જતાં તેની માઠી અસર સ્વાસ્થય પર જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં માંદગીના પ્રમાણેમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. લીંબડીની વાત કરવામાં આવે તો આર.આર. સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. તાવ, ઝાડા, ઉલ્ટી સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સરકારી હોસ્પિટલ જાણે દર્દીઓથી ઉભરાય રહી છે. રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે અને લોકોને સાવચેતી રાખવાની સલાગ આપી રહ્યું છે. લૂ લાગવાના કેસમાં પણ વધારો થયો છે અને તેઓને 108 ઈમરજન્સી સેવાની મદદથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે