થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં ભુમાફિયાઓનું રાજ
ભડુલા વિસ્તારમાં ખનીજ ચોરી ચેકિંગમાં પહોચી હતી ટીમ
નાયબ મામલતદારની ટીમને ભુમાફિયાઓએ આંતરી લીધી
સરકારી અધિકારીઓને લાફાવાળી કરી ધાક-ધમકી અપાય
પોલીસે ભુમાફિયાઓનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યુ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં નાયબ મામલતદારની ચેકીંગ ટીમને આંતરી ધમકી આપનાર ભુમાફિયાઓનું પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યુ હતું.
ગત તા. 15 ડીસેમ્બર-2025’ના રોજ રાત્રિના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં થાનગઢ મામલતદાર કચેરીનો સ્ટાફ સરકારી ગાડી સાથે ખનીજ ચોરી અંગે ચેકીંગમાં ગયો હતો, જ્યાં કેટલાક અસમાજિક તત્વોએ સરકારી કર્મચારીઓને લાફાવાળી કરી સરકારી વાહનોને નુકશાન પહોચાડ્યું હતું. મામલતદાર ટીમને ‘ચેકીંગમાં આવવુ નહીં’ કહી ભુમાફિયાઓ ધમકી આપી ફરાર થયા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપી જયપાલ રમેશ અલગોતર અને રવિ ઉગા પરમારને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ બન્ને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. તો બીજી તરફ, ફરાર આરોપી ભરત રમેશભાઇ અલગોતરને પણ વહેલી તકે ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.