Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રાણાગઢની પઢાર રાસ મંડળીને એવોર્ડ એનાયત કરાયો...

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીના 22 યુવકો દ્વારા આ કલાને ટકાવી રાખવામાં આવી છે

સુરેન્દ્રનગર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રાણાગઢની પઢાર રાસ મંડળીને એવોર્ડ એનાયત કરાયો...
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીના 22 યુવકો દ્વારા આ કલાને ટકાવી રાખવામાં આવી છે, ત્યારે પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરના રાણાગઢ ગામે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાણાગઢ ગામમાં હરિભાઈ લાલાણી પોતે શિક્ષકના વ્યવસાયમાં જોડાયેલા છે. પરંતુ કલા પ્રત્યે તેમનો પ્રેમ અવિરત છે, ત્યારે તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પોતે શિક્ષકના વ્યવસાય ઉપરાંત પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી પણ ગામમાં તે ચલાવી રહ્યા છે, અને નૃત્ય રાસ મંડળીનું અસ્તિત્વ તેમના દ્વારા ટકાવવામાં આવ્યું છે. ખાસ કરીને પઢાર મંજીરા નૃત્ય એ વર્ષો જૂનું નૃત્ય અને કલાનો એક ભાગ છે. અને રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી દ્વારા પરંપરાગત રીતે છેલ્લા 80 વર્ષથી આ નૃત્ય કલા કરવામાં આવી રહી છે, ત્યારે એક સમય 2006માં એવો આવ્યો કે, સમગ્ર ભારતમાંથી પઢાર મંજીરા નૃત્યની કલા લુપ્ત થવા લાગી અને તે પઢાર સમાજનો યુવા વર્ગ છે, તે આ નૃત્ય જાણે ભૂલી ચૂક્યો હોય તેવો સમય આવ્યો હતો. પરંતુ રાણાગઢ ગામે વસવાટ કરતા હરિભાઈ દ્વારા આ કલા લુપ્ત ન થાય અને ભારત દેશમાં આ કલાનું નામ જળવાઈ રહે તેવા પ્રયાસ હાથ ધરીને રાણાગઢ ગામે 22 યુવાનોની મંડળી સ્થાપવામાં આવી હતી. કલા ક્ષેત્રે હજુ પણ પઢાર સમાજના વધુમાં વધુ યુવકો આ કલા વિશે માહિતગાર થાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

Next Story