/connect-gujarat/media/post_banners/4d043187dc7a16b0f4e99542422a925cc6322bc83c4213f1a7beaa5f2fb7322e.jpg)
સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓએ ડુંગર પર પગથિયા પર દોડી બાવન ગજની ધજા ચઢાવી હતી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના ડુંગર પર શ્રદ્ધાળુઓએ પગથિયાં ઉપર દોડી જઇને ચામુંડા માતાજીના મંદિરે મહંત તેમજ પુજારીના હસ્તે બાવન ગજની ધજા ચડાવી હતી. જેમાં ભાવનગરના ચામુંડા માં નામનાં મિત્રમંડળ દ્વારા પૂજન અર્ચના કરી ધજા ચડાવી હતી. જેમાં આ મિત્રમંડળ દ્વારા સતત 41 વર્ષથી માતાજીના ડુંગરે દોડીને ચડાવી રહ્યા છે.આ બાવન ગજની ધજા ચઢાવવા માટે બેથી પાંચ મિનીટમાં જ 665 પગથિયાં દોડીને ચડીને શ્રદ્ધાળુઓ ડુંગર ઉપર પહોંચી જાય છે. ચામુંડા માતાજીના મંદિરે ભાવનગરના શ્રદ્ધાળુઓએ મંદિરે મહંતની હાજરીમાં બાવન ગજની ધજા ચઢાવીને ચામુંડા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ધન્યતા અનુભવી હતી.