Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પક્ષી બચાવવા માટે કાર્ય કરતા યુવકોના બાઈકને લગાવ્યા સેફટી ગાર્ડ

સુરેન્દ્રનગરમાં અરાઈસ ગુપ પક્ષી બચાવો અભિયાન ના ગ્રુપના મેમ્બરોને શંભુભાઈ મિસ્ત્રી દ્વારા સેફટી ગાર્ડ બાઈક પર લગાવી આપવામાં આવ્યા હતા

X

સુરેન્દ્રનગરમાં અરાઈસ ગુપ પક્ષી બચાવો અભિયાન ના ગ્રુપના મેમ્બરોને શંભુભાઈ મિસ્ત્રી દ્વારા સેફટી ગાર્ડ બાઈક પર લગાવી આપવામાં આવ્યા હતા

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પર્વની અંદર બાઇક કે સ્કૂટર પર જનાર લોકોને દોરી ગળાના ભાગે ઇજાગ્રસ્ત થતા હોય છે.ઉતરાયણ પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએછીએ , એની મજા લૂંટીએ છીએ.ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ઉડાડતા સમયે પક્ષીઓને દોરીના કારણે ઇજા થતી હોય છે. તો કેટલાક પક્ષીઓના મોત પણ થતા હોય છે. ઇજાગ્રસ્ત થતા પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુનું કામ કરતા હોય છે 25 સભ્યોની ટીમની ટીમ હોય છે તેઓને કોલ આવવાથી વારંવાર બાઈક પર મુસાફરી કરતા હોય છે દોરીથી તેમને નુકસાન ન થાય અને તેમનો જીવ બચે તે માટે ધાંગધ્રા ના શંભુભાઈ દ્વારા તેઓના બાઈક પર સેફ્ટીગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા

Next Story