સુરેન્દ્રનગર : એ.આર.એસ.સખીદા આર્ટસ કોલેજના વાર્ષિક ઉત્સવમાં આશીર્વચન પાઠવતા દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય

વાર્ષિક ઉત્સવમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓની ઉપસ્થિતિથી વિદ્યાર્થી સહિત શિક્ષકગણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

New Update
  • એ.આર.એસ.સખીદા આર્ટ્સ કોલેજ દ્વારા વાર્ષિક ઉત્સવ ઉજવાયો

  • દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય રહ્યા ખાસ ઉપસ્થિત

  • શંકરાચાર્યની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ

  • વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ કરાય રજૂ

  • શંકરાચાર્યના આશીવર્ચનનો લ્હાવો લેતા વિદ્યાર્થીઓ

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. સખીદા આર્ટ્સ કોલેજ દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય પણ વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ.સખીદા આર્ટસ કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓની ઉપસ્થિતિથી વિદ્યાર્થી સહિત શિક્ષકગણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

જયારે લીંબડી જગદીશ આશ્રમ ખાતે પણ શંકરાચાર્યએ હાજરી આપી હતી.કોલેજના વાર્ષિક ઉત્સવમાં શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીએ યુવાનો તેમજ વિદ્યાર્થીઓને સનાતન હિન્દુ ધર્મનું મહત્વ સમજાવી આશીર્વચન પાઠવ્યા હતા.આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.

Advertisment
Latest Stories