Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પીળા તરબુચ અને સક્કરટેટીની સફળ ખેતી, નારીચાણાના ખેડૂતોએ મેળવી મબલક આવક...

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીને બદલે બાગાયત અને રોકડીયા પાકના વાવેતર તરફ વળ્યા છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતરના બદલે પીળા તરબુચ અને સક્કરટેટીનું સફળ વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી સાથે અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીને બદલે બાગાયત અને રોકડીયા પાકના વાવેતર તરફ વળ્યા છે, ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના નારીચાણા ગામના સહદેવભાઇ જોરૂભાઇ નામના ખેડૂતે અંદાજે 35 વીઘા જમીનમાં પીળા તરબુચ અને સક્કરટેટીનું સફળ વાવેતર કર્યું છે. જેમાં ખાસ કરીને અંદરથી પીળા રંગના તરબુચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સક્કરટેટી અને તરબુચની ખેતી દ્વારા આ ખેડૂત એક વીઘામાંથી અંદાજે 1 લાખ રૂપિયાની વર્ષે આવક મેળવે છે. ઘઉ, કપાસ જેવા પરંપરાગત પાકમાં મોંઘા બીયારણ અને દવાના ખર્ચ બાદ પણ ખેડૂતોને પુરતું ઉત્પાદન અને ભાવ નથી મળતા, ત્યારે આવા રોકડીયા પાકના ઉત્પાદન થકી ખેડૂતોને સારી આવક મળે છે, ત્યારે લાખો રૂપિયાની કમાણી સાથે નારીચાણા ગામના પ્રગતિશીલ ખેડૂતે અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.

Next Story