Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : કાળઝાળ ગરમીનો પારો 43 ડીગ્રીને પાર, લોકોને હિટ વેવથી બચવા તંત્રની અપીલ...

સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સરેરાશ તાપમાન 43 ડીગ્રી વટાવી ચૂક્યું છે.

X

સમગ્ર રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉપર આવી રહ્યો છે, ત્યારે શહેર તથા જીલ્લામાં ગરમીનો પારો 43 ડીગ્રીને પાર કરતાં તંત્ર દ્વારા હિટ વેવથી બચવા જનતાને અપીલ કરવામાં કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સરેરાશ તાપમાન 43 ડીગ્રી વટાવી ચૂક્યું છે. જેના કારણે તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ મામલે હાલમાં જિલ્લાની જનતાને સતર્ક રહેવા માટે જણાવાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રણપ્રદેશ વધુ હોવાથી આકારો તાપ વરસી રહ્યો છે, ત્યારે આ મામલે તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સતર્ક કરવામાં આવ્યા છે. જેમાં બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવું, શક્ય હોય તો સફેદ કપડાં પહેરવા, લીંબુ શરબત તેમજ વરિયાળીના શરબત પર વધુ ભાર આપવો, શક્ય હોય તો હિટ વેવની પરિસ્થિતિ વચ્ચે બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરાય છે. હજુ પણ તાપમાન વધી શકે છે, તેવી શક્યતાઓ પણ જિલ્લા ડિઝાસ્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રણમાં તાપમાન હાલ 2 ડીગ્રી વધુ છે, ત્યારે હાલ ખારાઘોડા રણનું તાપમાન 45 ડીગ્રીએ પહોંચ્યું છે. રણમાં કામ કરતા અગરીયાઓને પણ હિટ વેવ સામે રક્ષણ મેળવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story