સુરેન્દ્રનગર: થાનગઢના ચણીયા ચોળી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન ભારે માંગ, જુઓ આ વર્ષે શું છે વેરાયટી

નવલા નોરતામાં યુવાધન ગરબે રમી હિલ્લોળે ચઢતું હોય છે ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢના ચણીયા ચોળી તેમજ કોટીની ભારે માંગ રહે છે.

New Update

હાલ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં ચણીયા ચોળી તેમજ કોટીની માંગ વધી છે કોરોનાના બે વર્ષ દરમ્યાન નવરાત્રી પર્વની ઉજવણી સાદગીપૂર્ણ કરવામાં આવી હતી ત્યારે આ વખતે કોરોનાના કેસ ઓછા છે ત્યારે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે અને ખેલૈયાઓ પણ ચણીયા ચોળી તેમજ કોટી પહેરીને ગરબે ઘુમતા હોય છે ત્યારે થાનગઢના અમિતભાઇ પોતે દરજી છે અને તે ચણીયા ચોળી તેમજ કોટી બનાવીને તેનું વેચાણ કરે છે.

ગુજરાતમા નવરાત્રીનું મહત્વ અનેરું હોય છે તેમાં પણ ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડીયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે. જેમાં કોટીની કિંમત એક હજાર થી શરૂ થઈ ને પાંચ હજાર સુધીની હોય છે જ્યારે ચણિયા ચોળીની કિંમત બે હજારથી શરૂ કરીને દસ હજાર સુધીની હોય છે આ કોટી તેમજ ચણીયા ચોળીની માંગ સમગ્ર ગુજરાતમાં રહે છે. આ બનાવવા એક દિવસથી લઈને પાંચ દિવસ જેટલો સમય લાગે છે વધુ ભરતકામ હોય તો દિવસ વધુ પણ લાગે છે.

Latest Stories