/connect-gujarat/media/post_banners/193e2d8eb3e8719148a416919014195de10f4c72b23106453318955c0d75f38f.jpg)
સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના બાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પરનો બ્રિજ અતિ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.
સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી પુલ દુર્ઘટના બાદ હવે બીજો બ્રિજ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો છે. મોતના માચડા સમાન આ જોખમી પુલ પર ગમે તે ઘડીએ અકસ્માત સર્જાઈ શકે એમ છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી પંપીંગ સ્ટેશનથી આગળ બાળા ગામ પાસે નર્મદાની મુખ્ય બ્રાન્ચ કેનાલ ઉપરનો આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલત છે. સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ ઉપર આવેલા બ્રિજમાં 10 ફૂટનું મસમોટુ ગાબડુ પડ્યું છે. ત્યારે ગમે તે ઘડીએ આ બ્રિજ તૂટવાની અણી ઉપર હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. આ પુલની બંને પેરાફીટ ખસી ગઈ છે અને પુલના પિલ્લર પર તિરાડો પડી ગઈ છે. કોઈપણ ઘડીએ આ જોખમી પુલ ધરાશાઈ થઈ શકે છે. આથી લગતા વળગતા તંત્ર દ્વારા આ જોખમી પુલ કોઈ નિર્દોષ લોકોનો ભોગ લે એ પહેલા એનું તાકીદે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ લોકોએ ઉઠાવી છે.