/connect-gujarat/media/post_banners/e19d2429b68e70c4e7383adcec32072c8ca46eac6b14043b37212cf40d009a5a.jpg)
સુરેન્દ્રનગરના લીબડી ખાતે પરશુરામ ધામના પ્રવેશદ્વારનું ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરના લિબડી ખાતે પરશુરામ્દ્ધાંના પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. પ્રવેશ દ્વારના ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા રાજેન્દ્ર ત્રિવેદી,રામ મોકરિયા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પરશુરામ ધામનો વિકાસ થાય તેવા પ્રયાસ આગેવાનો દ્વારા હાથ ધરવા માં આવ્યા છે ત્યારે આ પરશુરામ ધામમાં આગામી સમયમાં ચિલ્ડ્રન પાર્ક, ફુવારાઓ, કોમ્યુનિટી હોલ,પાર્ટી પ્લોટ, જિમ સહિતના જે કામો બાકી છે તે અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી