સુરેન્દ્રનગર: વઢવાણના ફુલગ્રામ ગામમાં ગટર બનાવવાની બાબતે ત્રિપલ મર્ડર કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામમાં ગટર બનાવવા જેવી સામાન્ય બાબતે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારનાર હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો

સુરેન્દ્રનગર: વઢવાણના ફુલગ્રામ ગામમાં ગટર બનાવવાની બાબતે ત્રિપલ મર્ડર કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
New Update

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામમાં ગટર બનાવવા જેવી સામાન્ય બાબતે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારનાર હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો તેમજ હત્યામા વપરાયેલ છરી પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ફુલગ્રામમાં ત્રીપલ હત્યાનો બનાવ બનતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. ફુલગ્રામ ગામમાં રહેતા હમીરભાઇ મેમકીયા અને તેમના મકાનની સામે જ રહેતા અગરસંગ ઉર્ફે ભગાભાઇ નાગજીભાઇ માત્રાણીયા વચ્ચે પંચાયત દ્વારા બનાવવામાં આવતી ગટરને લઇને થોડા સમય અગાઉ બોલાચાલી થયેલી હતી જે બાબતનું મનદુખ રાખી અગરસંગે સોમવારે બપોરના સમયે હમીરભાઇને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા અને તે જ દરમિયાન હમીરભાઇના પુત્ર ધર્મેશભાઇ તેમજ પુત્રવધુ દક્ષાબેન વાડીએથી પરત આવ્યા હતા તે કાંઇ સમજે તે પહેલા જ અગરસંગે છરી વડે દંપતિ પર હુમલો કરી દંપતિને પણ મોતને ઘાટ ઉતારી દેતા નાના એવા ફુલગ્રામ ગામ સહીત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. દંપતિને છરી વડે મોતને ઘાટ ઉતારતા દેકારો થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને હત્યારો ભાગે તે પહેલા ગ્રામજનોએ તેને તેના જ ઘરમાં પુરી દીધો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં જોરાવરનગર પોલીસ સહીતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારા અગરસંગને હત્યામાં વપરાયેલ છરી સાથે ઝડપી લીધો હતો. અગરસંગ અને તેની માતા બે વ્યક્તિ આજથી છ વર્ષ અગાઉ ફુલગ્રામમાં રહેવા આવ્યા હતા તેમજ અગાઉ અગરસંગ કોઇ ગુનાહિત પ્રવ્રુતિમાં પણ નથી સંડોવાયેલો તેમ છતાં ગટર બનાવવા જેવી સામાન્ય બાબતે અચાનક જ એક સાથે જ પરિવારના ત્રણ વ્યક્તિઓની ઘાતકી હત્યા કરી દેતાં અનેક સવાલો ઉભા થયાં છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surendranagar #police #arrested #accused #Murder Case #triple murder
Here are a few more articles:
Read the Next Article