-
પાટડી નગરપાલિકા પરિવાર દ્વારા કરવામાં આવ્યું આયોજન
-
તા. 9, 10, 11 જાન્યુઆરીના રોજ રામોત્સવનું આયોજન કરાયું
-
પાટડીમાં ત્રિદિવસીય રામોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો
-
ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
-
મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરમાં ત્રિદિવસીય રામોત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટડીના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા પરિવાર દ્વારા વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સાથ સહકારથી તા. 9, 10 અને 11 જાન્યુઆરી-2025ના રોજ ભવ્ય ત્રિદિવસીય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર પાટડી નગરને રંગબેરંગી લાઈટોથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે. અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થતા પાટડી નગરપાલિકા પરિવાર દ્વારા પાટડી નગરપાલિકા દ્વારા ત્રિદિવસીય રામોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પાટડીના રાજમાર્ગો પર રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ સાથે જ એકાદશી અન્નકૂટ, મહાઆરતી, આતીશબાજી અને ઉત્તરપ્રદેશના કલાકારો દ્વારા ભગવાનની અલગ અલગ ઝાંખીઓ, રામધૂન, હનુમાન ચાલીસા પાઠ સહિતના ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાટડી ધારાસભ્ય પી.કે.પરમાર, પાલિકાના પ્રમુખ ચેતના ચંદારાણા, ઉપપ્રમુખ હિતેષ રાવલ સહિત મોટી સંખ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.