સુરેન્દ્રનગર: સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન

દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update

દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

દેશની આઝાદીના ૭૭વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી.શહેરની એમ.પી.શાહ આર્ટસ કોલેજ થઈ આંબેડકર ચોક,ટાંકી ચોક, ટાવર ચોક સહિતના માર્ગો પર થઈ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રિરંગા યાત્રા સંપન્ન થઈ હતી.ત્રિરંગા સાથે યોજાયેલ યાત્રામાં દેશભક્તિની ભાવના ઉજાગર થઈ હતી.મોટી સંખ્યામાં અલગ અલગ સ્કૂલના વિધાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, સિનિયર સિટીઝનો, શહેરીજનો સહિતનાઓ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા
Latest Stories