Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય...

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

તા. 16 ડિસેમ્બર એટલે વિજય દિવસ. આ દિવસ ભારતીય સૈનિકોની બહાદુરીની સાક્ષી આપે છે. વર્ષ 1971માં આજના દિવસે ભારતે પાકિસ્તાનને ચારે બાજુથી હરાવ્યું હતું. પાકિસ્તાન સાથેના આ યુદ્ધમાં ભારતના સૈનિકો શહીદ થયા હતા, જ્યારે પાકિસ્તાનની આખી સેનાએ ભારતના બહાદુર સપૂતો સામે આત્મસમર્પણ કર્યું હતું, ત્યારે સમગ્ર વિશ્વએ ભારતના બહાદુર સપૂતોને સલામ કરી હતી. ત્યારથી દર વર્ષે વિજય દિવસ ઉજવવામાં આવે છે. દુનિયામાં એવું કોઈ ઉદાહરણ નથી કે, જ્યાં કોઈ દેશની સેનાના સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હોય. ભારતીય સેનાની સામે પાકિસ્તાન સેના પણ આવી જ રીતે ઝૂકી ગઈ હતી, અને ત્યારબાદ આ યુદ્ધ સમાપ્ત થયું હતું. નોંધનીય છે કે, આ યુદ્ધ બાદ જ પાકિસ્તાનથી અલગ થઈ બાંગ્લાદેશ અલગ દેશ બન્યો હતો. પૂર્વી પાકિસ્તાન આઝાદ થયા બાદ નવા દેશનું નિર્માણ થયું હતું. પાકિસ્તાન વિરુદ્ધ જંગમાં જીત અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત 16 ડિસેમ્બરની 'વિજય દિવસ' તરીકે ઉજવણી કરે છે, ત્યારે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધ્રાંગધ્રા આર્મી કેમ્પના કમાન્ડિંગ ઓફિસર, બ્રિગેડિયર, મેજર, કેપ્ટન સહિત સૈનિકો ઉપસ્થિત રહી વિજય દિવસની ઉજવણી કરી માજી સૈનિકોની મુલાકાત લીધી હતી.

Next Story