/connect-gujarat/media/post_banners/d6b257313aa242a66db498808d997baf3603de64b29fb78af2cc7aa5b5481112.jpg)
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર નજીક લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર જાખણ ગામના પાટિયા નજીક એક સાથે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે 2 કાર અને એક ટ્રક વચ્ચે સર્જાયેલ ટ્રીપલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 4 વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.