Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : "દિકરી ભણાવો, દિકરીને અધિકાર આપો", વઢવાણમાં લગ્ન નિમિત્તે હાથીની અંબાડી પર દિકરીની અનોખી શોભાયાત્રા નીકળી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફુલેકું ફરવી સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.

X

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફુલેકું ફરવી સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે ગણપતિ ફાટસર વિસ્તારમાં દિકરીના લગ્નમાં હાથીની અંબાડી પર શોભાયત્રા સાથે સામાજિક સંદેશ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં શણગારેલી અંબાડી પર "દિકરીને ભણાવો, દિકરીને અધિકાર આપો" જેવા સામાજીક જાગૃતિ લાવતા સંદેશ લખવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ રાજકોટ, શિવનગર સોસાયટી સંવિધાન ફાટસર વિસ્તારમાં રહેતા નટુભાઇ ચાવડા અને હંસાબેન ચાવડાની દીકરી ભારતીના 20 મી મેના રોજ લગ્ન હતા. જેમાં નટુભાઇ પરમારની દિકરી ભારતીના લગ્ન નિમિત્તે દિકરીનું ફુલેકુ હાથીની અંબાડી પર કાઢી દિકરા દિકરી એક સમાન હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. જેમાં હાથીની અંબાડી પર નિકળેલુ ફુલેકું વઢવાણ સહીત સમગ્ર પંથકમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ.

Next Story