જૂનાગઢમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો, પુરવઠા વિભાગે રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક થી મામલતદારની ટીમ દ્વારા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો,અને રૂપિયા 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

New Update

જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક થી મામલતદારની ટીમ દ્વારા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો,અને રૂપિયા લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના કેશોદ હાઈવે પર પીપળીના પાટીયા નજીક આવેલ એક દુકાનમાં પુરવઠા વિભાગની ટીમે દરોડો પડ્યો હતો,જેમાં શંકાસ્પદ ચોખાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 249 બેગ ચોખા કુલ 12,910 કિલો ગ્રામ નો જથ્થો મળી આવ્યો હતો.અને રૂપિયા લાખ હજાર 490 નો મુદ્દામાલ પુરવઠા વિભાગે સીઝ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.આ ચોખાનો જથ્થો સલીમ નામના દુકાનદારને ત્યાંથી પુરવઠા વિભાગે ઝડપી લીધો હતો.વધુમાં પુરવઠા વિભાગે આ ચોખાનો જથ્થો ક્યાંથી લાવીને સ્ટોર કરવામાં આવ્યો હતો સહિતની તપાસના ચક્રો ગતિમાન કર્યા  છે.

Latest Stories