Connect Gujarat
ગુજરાત

“સ્વચ્છતા હી સેવા” : વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું...

“સ્વચ્છતા હી સેવા” : વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું...
X

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો તેમજ વિવિધ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન દ્વારા વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. જે મુજબ ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વલસાડ અને વાપી વિસ્તારના જાહેર સ્થળોએ પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ સફાઈ કામગીરીમાં જોડાયા હતા. આ સાથે જ સ્વચ્છ ભારત મિશન-શહેરી અંતર્ગત ૧૫મી ઑક્ટોબરથી ૧૬મી ડીસેમ્બર ૨૦૨૩સુધી “સ્વચ્છતા હી સેવા” કાર્યકર્મ અંતર્ગત તા. 30/10/2023ના રોજ વલસાડ, ધરમપુર, પારડી અને વાપી નગરપાલિકા દ્વારા ચલા નગરપાલિકા ઓફિસ, સરકારી કચેરીઓ, રેકોર્ડશાખા,આરોગ્યશાખાના રેકર્ડ વર્ગીકરણની કામગીરી તેમજ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Next Story