Connect Gujarat
ગુજરાત

સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર...

સોમનાથ મંદિર આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

X

સોમનાથ મંદિર નજીક સરકારી જમીનો પર હતા દબાણો

ગેરકાયદેસર દબાણ વધી જતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાય

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન હાથ ધરાયું

ગીર સોમનાથ જીલ્લામાં આવેલ પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસ સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ વધી જતાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગીર સોમનાથમાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. જોકે, આ મંદિરની આસપાસ ઘણા સમયથી સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ વધી રહ્યું છે. જેના કારણે સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

પ્રાંત અધિકારી કે.વી.બાટીના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી ચલાવવામાં આવી હતી. તો બીજી તરફ, દબાણ હટાવ ઝુંબેશમાં સુરક્ષાના પગલે 02 DYSP, 07 PI, 18 PSI, SOG, LCB, 02 SRP કંપની અને 300થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દબાણ અંદાજે 9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં છે, જેને હટાવવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર...અત્રે ઉલ્લેખનીય છે કે, 27 થી વધુ વાણિજ્યહેતુ દબાણ આ ઉપરાંત અનેક દબાણો હટાવાની કામગીરી કરવામાં આવી હતી. જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસતંત્રનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.

Next Story